કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કેમ પુત્રને જ ચૂંટણીમાં હરાવવા કરી અપીલ, કહ્યું- મારો પક્ષ જ મારો ધર્મ

Lok Sabha Election, AK antony: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એ.કે એન્ટનીએ કહ્યું કે, તેઓ ઈચ્છે છે તેમનો પુત્ર અનિલ એન્ટની ચૂંટણી હારી જાય અને તેની સામે ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર જીતી જાય. મંગળવારે કેરળના તિરુવનંતપુરમમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા એ.કે એન્ટનીએ કહ્યું કે, તેમનો પુત્ર અનિલ કે એન્ટની જે પતનમતિટ્ટા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે તે ચૂંટણી ન જીતવો જોઈએ.

કોંગ્રેસ જ મારો ધર્મ છે: એ.કે એન્ટની

પૂર્વ રક્ષા મંત્રીએ કહ્યું કે, અનિલ એન્ટનીને આ ચૂંટણીમાં હાર મળે અને તેમના સ્પર્ધક અને કોંગ્રેસના ઉમેદવાર એન્ટો એન્ટની જીતવા જોઈએ. એ.કે એન્ટનીએ કોંગ્રેસ નેતાઓના બાળકોનું ભાજપમાં સામેલ થવું અયોગ્ય ગણાવ્યું અને કહ્યું કે, કોંગ્રેસ જ મારો ધર્મ છે. એ.કે એન્ટનીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી સતત મોદી, ભાજપ અને RSS વિરુદ્ધ લડી રહ્યા છે. વિપક્ષી ગઠબંધન રોજ આગળ વધી રહ્યું છે અને ભાજપ નીચે આવી રહ્યું છે. મને લાગે છે કે, અમારી પાસે સરકાર બનાવવી તક છે. 

Q. Your son is fighting his first election. Don’t you want him to win?
A. He must lose. Congress must win. AK Antony is Congress. Congress is my religion!
❤️🤍💚 pic.twitter.com/T2tcowAMbw

— Congress Kerala (@INCKerala) April 9, 2024

અનિલ એન્ટની કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ ગયા હતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ.કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ગત વર્ષે એપ્રિલમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. અનિલ એન્ટનીએ કેરળ કોંગ્રેસના ડિજિટલ મીડિયા પ્રભારી સહિત પાર્ટીના સોશિયલ મીડિયા અને ડિજિટલ કોમ્યુનિકેશન સેલમાં વિવિધ પોસ્ટ્સ પર કામ કરી ચૂક્યા હતા પરંતુ જાન્યુઆરીમાં પીએમ મોદી પર બનેલી એક વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી પર નિવેદન આપીને તેઓ પણ વિવાદમાં આવી ગયા હતા અને આખરે કોંગ્રેસ સાથેના અણબનાવને કારણે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. અનિલ એન્ટની પતનમતિટ્ટા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *