***
જગતમંદિરમાં પૂજન–અર્ચન કરી ધન્યતા અનુભવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી
***
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ શારદાપીઠમાં શ્રી શંકરાચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
***
વડાપ્રધાનશ્રીએ ગોમતી તટે સુદામા સેતુની પણ મુલાકાત લીધી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા આજે જગત મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીએ દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત વિધિપૂર્વક વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પાદુકાપૂજન કરાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાનશ્રીએ શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શારદાપીઠમાં વડાપ્રધાનશ્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ પવિત્ર ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી.
વડાપ્રધાનશ્રીએ મંદિરમાં દર્શનાર્થીઓ- શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યુ હતું.
વડાપ્રધાનશ્રીને મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ શ્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવશ્રી રાજ કુમાર, જિલ્લા પંચાયતના નથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, લૂણાભા સુમણીયા, જે.કે. હાથિયા, વનરાજભા માણેક, સંજયભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, રાજુભાઈ સરસીયા, કરશનભાઈ જોડ, ધીરુભાઈ, મેઘજીભાઈ પિપરોતર સહિતનાએ આવકાર્યા હતા.