f0pAhS6qB eJBhgr2lJxDxcsTt8hNZxA

f0pAhS6qB eJBhgr2lJxDxcsTt8hNZxA

રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાના આયોજન બાબતે શિક્ષણ વિભાગ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજાઈ

**

જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યોએ આ વિડીયો કોન્ફરન્સમાં જોડાઈને જિલ્લામાં બોર્ડ પરીક્ષા અંગે એક્શન પ્લાન-2024 રજૂ કર્યો

**

એસ.એસ. સી અને એચ.એસ.સી પરીક્ષા માર્ચ -2024 અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ 68 કેન્દ્રો પર ધો. 10 અને 12ના અંદાજિત 46,297 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત માઅને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 11 માર્ચના રોજ એસ.એસ.સી અને એચ.એસ.સી બંને બોર્ડ પરીક્ષા ખેડા જિલ્લામાં સૌહાર્દ વાતાવરણથી લેવાય તે માટે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરરાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા,  શિક્ષણ સચિવ શ્રી રાવ અને બોર્ડના અધ્યક્ષ ડોબંછાનિધિ પાણી દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતીજેમાં ખેડા જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો આ વીડીયો કોન્ફરન્સમાં જોડાયા હતાબોર્ડ પરીક્ષા વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવીશું વ્યવસ્થા કરવીવિદ્યાર્થીઓના હિતાર્થે સુંદર આયોજનમાં પરીક્ષા લેવાય તે માટે ખેડા જિલ્લા પરીક્ષા સમિતિએ એક્શન પ્લાન 2024 વીડિયો કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રીએ ખેડા જિલ્લાની બોર્ડ પરીક્ષા પારદર્શક રીતે લેવાય તે માટે સ્થળ સંચાલકોની તેમજ સુપરવાઇઝર શિક્ષકોની મીટીંગ લઈને બોર્ડ પરીક્ષાના આયોજન માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષાઓ તા. 11/03/2024 થી 26/03/2024 દરમિયાન યોજાશેપરીક્ષાના આયોજન સંદર્ભે પરીક્ષાના બિલ્ડીંગબ્લોક તથા વિદ્યાર્થીઓની સંખ્યાપ્રતિબંધાત્મક હુકમો તથા જાહેરનામુંપરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોનબ્લ્યુ ટુથ તેમજ કોઈપણ પ્રકારના વીજાણુ ઉપકરણનાં પ્રતિબંધસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર તથા વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રો ઉપર વર્ગ1 અને વર્ગ2 ના અધિકારીશ્રીઓને સ્કવોર્ડ નિયુક્તિપરીક્ષાકેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધપરીક્ષા કેન્દ્ર ખાતે ગેરરીતિ માસ કોપી કે સ્ટાફની અન્ય બેદરકારીએ બદલ શિક્ષાત્મક કાર્યવાહીપરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાની સગવડ બાબત તેમજ CCTV કેમેરીના ફૂટેજ જોવાની ટીમ અને વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ તથા હેલ્પલાઈનની વ્યવસ્થા માટે સારથી હેલ્પલાઈનની શરુ કરવા સહિતના મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી

નોંધનીય છે કે એસ.એસસી અને એચ.એસ.સી પરીક્ષા માર્ચ -2024 અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ 68 કેન્દ્રો157 પરીક્ષા સ્થળ અને 1680 બ્લોક પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છેજેમાં ધો. 10 અને 12 ના અંદાજિત 46,297 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેશેજેમાં કુલ 157 સ્થળ સંચાલકો1765 બ્લોક સુપરવાઇઝર157 વહીવટી કર્મચારીઓ184 ઝોનલ પ્રતિનિધિઓ દ્વારા સમગ્ર બોર્ડ પરીક્ષાનું સંચાલન કરવામાં આવશેસમગ્ર પરીક્ષા શાંતિમય વાતાવરણમાં લેવાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાએ પરીક્ષા સ્થળ સુરક્ષા માટે સંપૂર્ણ પોલીસ સ્ટાફ પૂર્ણ પાડવા અને વ્યવસ્થામાં મદદ કરવા જણાવ્યુ હતુ.

આ પ્રસંગે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, જીઈબી, એસ.ટી સહિત વિભાગના પરીક્ષા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *