મેં મારા પિતા સાથે ૧૯૯૫ જ્યારે ખેતીની શરૂઆત કરી ત્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ વાડીમાં થતો હતો. ૨૦૦૮ સુધી તો વર્ષે રૂ.૫૦ લાખથી વધુનો ખર્ચ રાસાયણિક ખાતર અને જંતુનાશકો પાછળ થઇ જતો હતો. તેમ છતાં કોઇ બચત થતી ન હતી. વધારામાં અતિઝેરી દવાના છંટકાવના કારણે મનમાં સતત એવું થતું કે, અમે કોઇ પાપ કરી રહ્યા છીએ. જે દવાના છંટકાવ બાદ વાડીમાં ચાર દિવસ જવાની મનાઇ હોય છે તે દવાવાળા શાકભાજી લોકો ખાતા હતા. ત્યારે એમ થયું કે, આ ખોટા માર્ગથી કોઇનું ભલું થઇ રહ્યું નથી. હવે કૃષિ કરવાનો નવો વિકલ્પ શોધવો જ રહ્યો ! બસ, ૨૦૦૮ થી ત્યારે ઓર્ગેનિક ખેતી અંગે જાણકારી મળી તો તેના પર હાથ અજમાવ્યો પરંતુ તે તો બહુ ખર્ચાળ લાગતા ફરી નવો રસ્તો શોધવાની મથામણ શરૂ કરી ત્યારે ૨૦૧૨માં જીવામૃત વગેરેથી થતી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મળતા ૨૦૧૨થી તેની શરૂઆત કરી અનેક પ્રયોગો કર્યા. જે બાદ સરકાર દ્વારા આયોજિત આ અંગેના સેમિનાર કરીને વધુ વિગતો મેળવી હાલ સફળતાપૂર્વક સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરું છું. આ ખેતીથી મારા વાડીની જમીનનો ઓર્ગેનિક કાર્બન વધ્યો છે, તેમજ વર્તમાન સમયમાં જીવામૃત જેવા દ્વવ્યો બનાવવા ઓટોમેટીક સિસ્ટમ ઉભી કરી દીધી છે. જેથી કોઇ ગંદકી કે હાથ બગાડ્યા વિના તે બની જાય છે. હાલ ઉત્પાદનની વાત કરું તો, શ્રેષ્ઠકક્ષાનું ઉત્પાદન થાય છે અને ડીમાન્ડ સામે માલ ઓછો પડે તેવી પરિસ્થિત છે.
રાસાયણિક ખેતીમાં જંતુનાશક અને ખાતર પાછળ રૂ. ૫૦ લાખના ખર્ચ છતાં કંઇ બચતું ન હતું : પ્રાકૃતિક ખેતી મારા માટે ઉદ્ધારક બની છે – રતીલાલભાઇ શેઠીયા, ગુણાતીતપુર, ભચાઉ, કચ્છ
Spread the love