લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ભરૂચ જિલ્લાના ચૂંટણીની વિવિધ કામગીરીના નોડલ અધિકારીશ્રીઓની બેઠક મળી

Published: Feb 22, 2024 | Surat Regional Office

લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ભરૂચ જિલ્લાના ચૂંટણીની વિવિધ કામગીરીના નોડલ અધિકારીશ્રીઓની બેઠક મળી ભરૂચ જિલ્લાનાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી તુષાર ડી.સુમેરા ધ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની વિવિધ કામગીરી સાથે સંકળાયેલા જિલ્લા કક્ષાના કુલ-૧૯ નોડલ અધિકારીશ્રીઓ સાથે કલેકટર કચેરી બેઠકનું આયોજન કર્યુ હતું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ધ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભાગ લેનાર તમામ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા, ઇવીએમ અને વીવીપેટ મેનેજમેન્ટ, સંગ્રહ, પરીવહન, મટીરીયલ મેનેજમેન્ટ,ખર્ચ અને આદર્શ આચાર સહિતાનો અમલ, કાયદો અને વ્યવસ્થા,બેલેટ પેપર, મીડીયા, સબંધી વ્યવસ્થાઓ, વોટર હેલ્પલાઈન, કોમ્યુનીકેશન પ્લાન, મતદાન જગૃતિ,દિવ્યાંગ મતદારો માટેની વ્યવસ્થા અંગે નિમાયેલ નોડલ અધિકારીશ્રીઓને તેઓને સોંપવામાં આવેલ કામગીરીની પુર્વ તૈયારીઓને ધ્યાને લઇ જરૂરી માર્ગદર્શન તેમજ સુચનો આપી સમય મર્યાદામાં પુર્ણ કરવા જણાવ્યુ. આગામી સમયમાં જિલ્લામાં આવનાર ચૂંટણી નિરીક્ષકો માટેની વ્યવસ્થા ચૂંટણીની સંભવીત તારીખ પહેલા જ કરી લેવા જણાવ્યુ હતુ. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.એસ.એમ.ગાંગુલી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,પી.આર.જોષી તથા નિવાસી અધિક કલેકટરશ્રી, એન.આર.ધાધલ સહિત અન્ય વર્ગ-૧નાં અધિકારીશ્રીઓ ઉપસ્થીત રહ્યા હતા.

About The Author

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *