નડીયાદ અને વડતાલની આસપાસ રહેતી જનતાને આઇસીયુ ઓન વ્હીલ્સનો લાભ મળી રહેશે
કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વડતાલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલને બેઝિક લાઇફ સપોર્ટ સાથેની એમ્બુલન્સનુ લોકાર્પણ કરવામાં આવ્યુ.
સાંસદશ્રી ખેડા, દેવુસિંહ ચૌહાણના સ્થાનિક વિકાસ ફંડમાંથી અનુદાનિત ગ્રાન્ટ વર્ષ– ૨૦૨૧–૨૨ માંથી શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ એન્ડ મેડીકલ રીસર્ચ ફાઉન્ડેશન સંચાલિતશ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલને લાઇફ સર્પોટ સિસ્ટમ સહિતની એમ્બ્યુલન્સ વાહન ખરીદવાની કામગીરી માટેમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી–ખેડાને અમલીકરણ અધિકારી બનાવેલ અને આયોજન ભવન કચેરી નડીયાદ દ્વારા વહીવટી મંજુરી રુ. ૨૬૪૫૧૦૮ (છવીસ લાખ પિસ્તાલીસ હજાર એકસો આઠ) આપેલ છે. જેમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. જેથી આજરોજથી સ્વામિનારાયણ સંસ્થા વડતાલ દ્વારા નડીયાદ તાલુકાની અંદાજીત ૫૩૩૦૧૬ તેમજ વડતાલની આજુબાજુના કુલ વસ્તી ૪૭૮૯૮ ની જનતાને આઇસીયુ ઓન વ્હીલ્સ નો લાભ મળી રહેશે.
આ પ્રસંગે પ.પૂ, આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી અને CDHO શ્રી ડો.વી.એ.ધ્રુવેની સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.