વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધાર્યા છે. સુદર્શન સેતુના લોકાર્પણ બાદ વડાપ્રધાનશ્રીને દ્વારકા હેલિપેડ ખાતે ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદશ્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પોરબંદરના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યા, પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, જિલ્લા પંચાયતના અનિલભાઈ ચાવડા, જિતેન્દ્રભાઈ કણજારિયા, સંગઠન અગ્રણીશ્રી યુવરાજસિંહ, રસિકભાઈ નકુમ, ભરત ગોજીયા સહિતના દ્વારા વડાપ્રધાનશ્રીને આવકારવામાં આવ્યા હતા.
Spread the love