વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંગરોળ તાલુકાના આકડોદ ગામના ગ્રામવાસીઓ: —— કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ —— કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના આકડોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે વિવિધ શાખાઓના અધિકારી, કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપનના અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતી જશુબેન,ઉપસરપંચશ્રી ઇબ્રાહિમ કાજી,પાણી પુરવઠાનાશ્રી ચૈતન્યભાઈ, તલાટીશ્રી મયંકભાઈ, મુખ્ય શિક્ષક, ગામના સભ્યશ્રી અને આગેવાનો, આંગણવાડી કાર્યકર,આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી, ગ્રામ પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦૦-