રાજકોટ શહેર આજીડેમ ચોકડી પીક અપ બસ સ્ટેન્ડ પરથી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે. મૃતકે આછા લીલા કલરનો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે. માથે સફેદ વાળ છે. તથા વાને ઘઉંવર્ણો, ઉચાઇ આશરે ૦૫ ફુટ ૦૬ ઇંચનો તથા પાતળા બાંધાનો છે. લાશનું સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી અને કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવેલ છે.
મૃતક પુરૂષની ઉંમર આશરે ૫૫ વર્ષ જણાયેલ છે. મૃતકની ઓળખ થયેલ ન હોઇ, આ બાબતે લાશના વાલી–વારસ મળી આવે તો આજીડેમ પોલીસ સ્ટેશનના મો.નં.૭૪૩૩૮૧૪૮૦૮ તથા મો.નં.૯૦૩૩૩૨૨૮૮૮ ઉપર ફોનથી સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.
Spread the love