કાપડની ખરીદીના મામલે ધ્રોલમાં વેપારી ઉપર લાકડી વડે હુમલો

– વાંકાનેરના વેપારી સહિત 6 સામે ફરિયાદ

– મોરબીમાં ‘ફરિયાદ પાછી ખેંચી લેજે’ કહી શખ્સ દ્વારા મહિલાને ધમકી, કારમાં તોડફોડ

જામનગર : ધ્રોલમાં રહેતા અને કાપડની દુકાન ચલાવતા એક વેપારી ઉપર કાપડ ખરીદવા ના પ્રશ્ને વાંકાનેર ના કાપડ ઉત્પાદક વેપારી અને તેના પાંચ સાગરીતો એ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. મોરબીના ફિદાઈ પાર્કમાં રહેતી મહિલાને એક ઇસમેં ફરિયાદ કરી છે. તે પરત ખેંચી લેજે કહીને લોખંડ પાઈપ લઈને મારવા દોડયો હતો અને મહિલાના પિતાની કારમાં તોડફોડ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, ધ્રોલમાં રહેતા કાપડની દુકાન ચલાવતા અફઝલભાઈ રજાકભાઈ વિરાણી નામના ૪૨ વર્ષના વેપારીએ પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે વાંકાનેરના કાપડના વેપારી સાહુ ઉર્ફે સુલતાન નામના શખ્સ અને તેના પાંચ સાગ્રીતો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી અગાઉ આરોપી સુલતાન પાસે કાપડની ખરીદી કરતા હતા, પરંતુ હમણાં કાપડ લેવાની ના પાડતાં આરોપી વેપારી ઉશ્કેરાયો હતો અને ધ્રોળમાં આવ્યા પછી પોતાના પાંચ સાગરીતોની મદદથી વેપારી પર લાકડી વડે હુમલો કરી દીધો હતો. જેથી મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેઓને ધ્રોલ પોલીસ શોધી રહી છે.

મોરબીના ફિદાઈ પાર્ક સોસાયટીમાં રહેતા સોનલબેન નુરૂદિન નીજારઅલી કચરાણી (ઉ.વ.૨૫) આરોપી નવઘણ મોહન બાંભવા (રહે. તુલસી પાર્ક શનાળા બાયપાસ મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ઘરની બાજુમાં બેઠા હતા ત્યારે રાત્રે  કાળા કલરની થાર ગાડી લઈને આરોપી નવઘણ મોહન બાંભવા આવ્યો હતો. લોખંડ પાઈપ લઈને નીચે ઉતર્યો હતો. લોખંડ પાઈપ લઈને મહિલાને મારવા દોડયો હતો જેથી મહિલાએ બુમાબુમ કરતા પિતા ઘરની બાજુમાં રહેતા હોય તે આવી જતા નવઘણે કાર બહાર પડી હોય જેના કારણે પોતાના હાથમાં રહેલ લોખંડ પાઈપ વડે કાચ તોડી નાખી ગાળો આપી મારી વિરુદ્ધ અગાઉ જે ફરિયાદ કરી છે. તે ફરિયાદ પાછી ખેંચી લેજે નહીતર તને અને તારા પતિને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી પોતાની કાર લઈને જતો રહ્યો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *