81D37r766Vm0Isfy0J1X9haL36p94NBT

81D37r766Vm0Isfy0J1X9haL36p94NBT

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વડતાલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલને બેઝિક લાઇફ સપોર્ટ સાથેની એમ્બુલન્સનુ લોકાર્પણ કરવામાં આવ્યુ.

સાંસદશ્રી ખેડા, દેવુસિંહ ચૌહાણના સ્થાનિક વિકાસ ફંડમાંથી અનુદાનિત ગ્રાન્ટ વર્ષ૨૦૨૧૨૨ માંથી શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ એન્ડ મેડીકલ રીસર્ચ ફાઉન્ડેશન સંચાલિતશ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલને લાઇફ સર્પોટ સિસ્ટમ સહિતની એમ્બ્યુલન્સ વાહન ખરીદવાની કામગીરી માટેમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીખેડાને અમલીકરણ અધિકારી બનાવેલ અને આયોજન ભવન કચેરી નડીયાદ દ્વારા વહીવટી મંજુરી રુ. ૨૬૪૫૧૦૮ (છવીસ લાખ પિસ્તાલીસ હજાર એકસો આઠ) આપેલ છે. જેમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. જેથી આજરોજથી સ્વામિનારાયણ સંસ્થા વડતાલ દ્વારા નડીયાદ તાલુકાની અંદાજીત ૫૩૩૦૧૬ તેમજ વડતાલની આજુબાજુના કુલ વસ્તી ૪૭૮૯૮ ની જનતાને આઇસીયુ ઓન વ્હીલ્સ નો લાભ મળી રહેશે.

આ પ્રસંગે પ.પૂ, આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી અને  CDHO શ્રી ડો.વી.એ.ધ્રુવેની સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના ૪૪ પ્રતિભાશાળી રમતવીરોને આજે રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ‘ખેલપ્રતિભા પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યા હતા. આ ૪૪ ખેલાડીઓને રૂ. ૧.૩૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતનું ભવિષ્ય રમત ગમત ક્ષેત્રે ખૂબ ઉજ્જવળ છે. ગુજરાતના ખેલપ્રેમી યુવાઓ પુરુષાર્થ કરે, કેપેબિલિટી પ્રમાણે પ્રત્યેક ખેલાડીઓને સંપૂર્ણ મદદ કરવા રાજ્ય સરકાર તત્પર છે.

રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ખેલપ્રતિભા પુરસ્કાર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપ સૌ ખેલાડીઓએ ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. રાજ્યમાંથી ખેલ પ્રતિભાઓ શોધવા માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. રમતવીરોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય અને રમતગમત ક્ષેત્રે અલગ અલગ લેવલ પર આગળ વધી શકે તે પ્રકારે આયોજન કરી ઈન સ્કૂલ અને DLSS તથા શક્તિ દુત યોજના થકી રાજ્યના ખેલાડીઓને તમામ જરૂરી સુવિધાઓ અને તાલીમ પૂરી પાડવામાં આવે છે. ખેલાડીઓની મહેનત અને રાજ્ય સરકારના સપોર્ટ થકી અનેક ખેલાડીઓ નેશનલ એવોર્ડ વિજેતાની યાદીમાં આવ્યા છે. ખેલ મહાકુંભમાં ગામમાં વિજેતા બન્યા બાદ દેશ માટે મેડલ લઈ આવનાર તમામ ખેલાડીઓએ પોતાના વિસ્તારમાં આયોજિત થતાં ખેલમહાકુંભમાં હાજરી આપી આ કાર્યક્રમથી થતાં ફાયદા અને વધુ ને વધુ ખેલપ્રેમીઓને સહાયરૂપ થવા મંત્રીશ્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.

રાજ્યના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના ખેલપ્રેમી યુવક-યુવતીઓ રમતગમત ક્ષેત્રે વધુને વધુ આગળ વધે તે હેતુસર તેમને વિવિધ રમતોની તાલીમ, માર્ગદર્શન અને માળખાકિય સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરીણામે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યના રમતવીરોએ દેશ-વિદેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ગુજરાત માટે અનેક ચંદ્રકો મેળવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ખેલપ્રવૃત્તિને પ્રોત્સાહક અને વધુ પરિણામલક્ષી બનાવવા માટે મહત્વાંકાક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. તે પૈકી વર્ષ : ૨૦૧૪-૧૫થી રાજ્યના રમતવીરોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવા “ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના” અને વર્ષ : ૨૦૧૬-૧૭ થી “દિવ્યાંગ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના” અમલમાં છે.

ખેલપ્રતિભા પુરસ્કાર યોજના :-

રાજ્યના રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને તેમજ જનરલ ઓલમ્પિક સિવાય પેરા ઓલમ્પિક્સ, મેન્ટલી ચેલેંન્જ ખેલાડીઓ, ડેફ-ડમ અને બ્લાઇન્ડ ખેલપ્રતિભા શાળી ખેલાડીઓને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવે છે.

રાજ્યના રાષ્ટ્રકક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવાની યોજના અમલમાં છે. જે અન્વયે આંતરરાષ્ટ્રીય કક્ષાની ઓલમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ/એશિયન ચેમ્પિયનશીપ (સિનીયર્સ), કોમનવેલ્થ ગેમ્સ/ એશિયન ચેમ્પિયનશીપ(જુનીયર્સ) સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય સ્થાન મેળવનાર ગુજરાતના ખેલાડીઓને રૂા.પ.૦૦ કરોડથી લઇને રૂા.૧૦.૦૦ હજાર જેટલા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.

આજે રાજ્યના રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી કુલ : ૪૪ ખેલાડીઓને કુલ રૂ.૧,૩૮,૨૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ આડત્રીસ લાખ વીસ હજાર પુરા) ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં એશિયન ચેમ્પિયનશીપ જેવી સ્પર્ધામાં મેડલ વિજેતા શ્રી માનવ ઠક્કર (ટેબલ ટેનીસ) ને રૂ.૨૩,૨૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રેવીસ લાખ વીસ હજાર પુરા),શ્રી હરમીત દેસાઈ (ટેબલ ટેનીસ) રૂ.૨૩,૨૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રેવીસ લાખ વીસ હજાર પુરા), કુ.શાહીન દરજાદા (જુડો) રૂ.૧૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પંદર લાખ પુરા), કુ.નીરવી હેક્કડ (ટેકવોન્ડો) રૂ.૧૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ લાખ પુરા) અને મિહિર નલિયાપરા (ટેકવોન્ડો) રૂ.૧૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ લાખ પુરા) સહીત એસોસીએશન ધ્વારા રમાતી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓ, એસ.જી.એફ.આઈ સ્પર્ધા અને ખેલો ઇન્ડિયા સ્પર્ધાના વિજેતા એવા કુલ : ૪૪ ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અન્વયે થયેલ કામગીરી

વર્ષ : ૨૦૧૪-૧૫થી અત્યાર સુધીમાં ગુજરાતનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેળવનાર જનરલ તેમજ દિવ્યાંગ કેટેગરીના ખેલાડીઓને નીચેની વિગત પ્રમાણે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

આમ, અત્યાર સુધીમાં સરકારશ્રીની ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અન્વયે ગુજરાત રાજ્યના રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કુલ : ૧૫૮૭ રમતવીરોને કુલ રૂ.૨૩,૫૫,૯૯,૦૦૦/- (અંકે રૂપિયા ત્રેવીસ કરોડ પંચાવન લાખ નવ્વાણું હજાર પુરા)ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી આર.એસ.નિનામા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ શ્રી આઇ.આર.વાળા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી અર્જુનસિંહ રાણા તેમજ ખેલ પ્રતિભા પુરસ્કૃત ખેલાડીઓ અને તેમના વાલી ઉપસ્થિત રહ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *