– રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન
– કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી કિશનપરા ચોકમાં રસ્તારોકોને લીધે ટ્રાફિક જામ
રાજકોટ : કોંગ્રેસ પાર્ટીનાં બેંક એકાઉન્ટ ફ્રિજ કરવાનાં વિરોધમાં આજરોજ અહી કિશાનપરા ચોક ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ દર્શિત દેખાવો અને સુત્રોચ્ચાર કરી રસ્તારોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરનારા ૧૫ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
૧૫ કાર્યકરોની કોંગ્રેસ પક્ષનાં બેંક એકાઉન્ટ સીઝ કરવાનાં વિરોધમાં આજે અમદાવાદ અને રાજકોટમાં વિરોધ દર્શિત કાર્યક્રમો યોજવામાં આવ્ય હતાં. રાજકોટમાં એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ દર્શિત કાર્યક્રમ દરમિયાન આગેવાન કાર્યકરોએ જણાવ્યું હતું કે તાજેતરમાં ભ ાજપનાં ઈશારે કેન્દ્રીય એજન્સીઓએ કોંગ્રેસ પાર્ટીનાં બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે. ઈલેકટ્રોરલ બોન્ડ કૌભાંડ સંડોવાયેલી ભાજપ પાર્ટી દ્વારા કોંગ્રેસનાં નેતા ઉપર આરોપ વગર ખોટા કેસમાંસંડોવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકતંત્રને શર્મસાર કરે તેવું કૃત્ય ભાજપ દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ભાજપની જેમ એકલા મની પાવર ઉપર ચાલતી નથી. ફ્રિઝ કરવામાં આવેલા આ બેંક ખાતાઓ ન્યાયિક પ્રક્રિયા દ્વારા પુનઃ ચાલુ કરવામાં આવશે. એન.એસ.યુ.આઈ.નાં વિરોધ દર્શિત કાર્યક્રમ દરમિયાન પોલીસે ૧૫ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. રસ્તા રોકો વિરોધ પ્રદર્શન કરવામાં આવતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.