ખંભાળિયામાં આયુર્વેદિક સીરપ ઉત્પાદન, વેચાણ પ્રકરણમાં ચાર શખ્સો સામે ગુનો

– ભાડથરના દુકાનદારની અટકાયત બાદ જેલ હવાલે 

જામ ખંભાળિયા :  અગાઉ ફેબુ્રઆરી માસમાં  ખંભાળિયા તાલુકાના ભાડથર ગામ  પોલીસે દરોડો પાડી રૂા.૫.૮૧ લાખનો નશાકારક સીરપનોે   ૩૯૦૦ બોટલ ઝડપી લીધી હતી. એ પછી  ે પાનની દુકાન ધરાવતા કાનાભાઈ ઉર્ફે કલ્પેશ પરબતભાઈ કેશરીયા (ઉ.વ. ૨૪) ની હવે  પોલીસે ધરપકડ કરી અદાલત સમક્ષ રજુ કરતા અદાલતના આદેશથી જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં અન્ય ચાર આરોપીનોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

શંકાસ્પદ આયુર્વેદીક સીરપની બોટલો વડોદરાની શ્રી આયુર્વેદિક હેલ્થ કેર દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું ખુલ્યું

જે તે વખતે આ દરોડા  કામગીરીમાં ૨૫૦ બોટલ કાર્લ મેઘાસવ આસવ આયુર્વેદિક સીરપની રૂપિયા ૩૭,૨૫૦ ની કિંમતની શંકાસ્પદ નશાકારક એવી ૨૫૦ બોટલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવી હતી. આ બોટલો તેણે ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા નારણ કેશવ જામ (ઉ.વ. ૪૬) પાસેથી લીધી હોવાનું કબુલતા નારણ કેશવ જામના મકાને જડતી તપાસ કરતા ત્યાંથી જુદી જુદી કંપનીની રૂ. ૫,૪૩,૮૫૦ ની કિંમતની નંગ ૩,૬૫૦ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેને અનુલક્ષીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સીરપનો જથ્થો તેણે કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે રહેતા લગધીરસિંહ કાળુભા જાડેજા (હાલ રહે. ભાવનગર) પાસેથી વેચાણ અર્થે લીધો હોવાનું ખુલવા પામ્યું હતું જેને અનુલક્ષીને ખંભાળિયા પોલીસ મથકમાં જરૂરી નોંધ કરવામાં આવી હતી.

 આ મળી ઝડપાયેલા શંકાસ્પદ આયુર્વેદીક સીરપની બોટલો વડોદરાની શ્રી આયુર્વેદિક હેલ્થ કેર દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું ખુલતા આ બાબતે સંબધિત વિભાગ પાસેથી જરૂરી માહિતી મેળવતા આ ઉપરોક્ત પેઢીના માલિક નિતીન અજીતભાઈ કોટવાણી (રહે. વડોદરા) તથા મિત્તલ કોસ્મેટીક એન્ડ ફાર્મસી નામની પેઢીના માલિક લગધિરસિંહ કાળુભા જાડેજા (રહે. ભાવનગર) હોવાનું ખુલતાં શ્રી આયુર્વેદિક હેલ્થકેર – વડોદરા નામની પેઢીના માલિક નિતીન અજીતભાઈ કોટવાણી દ્વારા ઉપરોકત વિગતે જે બોટલો પકડાયેલ તેવી કોઇ પ્રોડકટ બનાવવા માટે લાઇસન્સ ધરાવતા ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેને અનુલક્ષીને ઉપરોક્ત ચારેય શખ્સો સીરપ બનાવવા કે વેચાણ કરવા માટે પરવાના મેળવ્યા વગર વેચાણ કરતા હોવાથી ખંભાળિયા પોલીસ મથકમાં વિવિધ કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણના આરોપી કાનાભાઈ ઉર્ફે કલ્પેશ પરબતભાઈ કેશરીયાની વિધિવત રીતે અટકાયત કરી આ પ્રકરણના તપાસનીસ અધિકારી ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા ઉપરોક્ત આરોપીને અહીંની અદાલતમાં રજૂ, કરતા નામદાર અદાલતે આ આરોપીને જેલ હવાલે કરવાનું હુકમ કર્યો છે. આટલું જ નહીં આ પ્રકરણમાં બાકીના આરોપીઓ બાબતે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

About The Author

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *