ખુલ્લા બોરને કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારની હદમાં બનતા જીવલેણ અકસ્માતો અટકાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે નીચે મુજબના આદેશો તા. ૩૦/૦૪/૨૦૨૪ સુધી જારી કર્યા છે.
જે અનુસાર જે-તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધિત વિભાગની મંજૂરી મેળવેલ છે તે અંગેની જાણ જમીન માલિક/બોર માલિક તથા બોર બનાવતી એજન્સીએ સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને કરવાની રહેશે, બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાની થાય નહીં અથવા બોરવેલમાં કોઈ બાળક કે અન્ય વ્યક્તિ કે જાનવર પડી ન જાય તેમજ અકસ્માત ન સર્જાય તે અંગે બોરવેલને ફરતી મજબૂત ફેન્સીંગ વાડ/દિવાલ કરાવવાની રહેશે અને તે અંગેની ખાતરી સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને કરાવવાની રહેશે, જૂના, બંધ પડેલ તથા અવાવરૂ પરિસ્થિતિ હોય તેવા બોરવેલના જમીન માલિકોએ બોરવેલની પાઇપલાઇન બંધ કરવા તમામ કાળજી રાખવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.