૦ એક અરસા પછી દ્વારકા ખાતે પધારી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા સમગ્ર હાલાર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
૦ હાલાર પંથકના તમામ માર્ગો જાણે દ્વારકા તરફ જતાં હોય એવો મહોલ સર્જાયો હતો અને દ્વારકાના શહેરીજનોની સાથે ગ્રામ્યજનો પણ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે કાર્યક્રમમાં જોડાયાં હતા
૦ સભાસ્થળ ભાતીગળ અને રંગબેરંગી વસ્ત્રોથી છવાયેલું જોવા મળ્યું હતું.
૦ સભામંડપમાં હાલાર પંથકના પરંપરાગત વસ્ત્રો જેવા કે કેડિયું અને ચોરણી પહેરેલા અનેક નાગરિકો જૉવા મળ્યા હતા.
૦ મોટી સંખ્યામા આગેવાનો સાફો પહેરીને આવ્યાં હતા.
૦ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્ટેજ પર આગમન થતાં લોકોએ ભારે હર્ષનાદ અને જયશ્રી રામ ના નારા સાથે તેમને વધાવી લીધા હતા
૦ જાણીતા કલાકાર માયાભાઈ આહીર, લલીતાબેન ઘોડાદ્રા, બીરજુ બારોટ, દેવરાજ ગઢવી સહિત કલાકારોએ લોકસાહિત્ય અને દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી.
૦ કાર્યક્રમના પ્રારંભમાં લોક કલાકારો દ્વારા લોકસાહિત્ય અને દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરતા સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો.
૦ વિવિઘ મહાનુભાવો દ્વારા વડાપ્રધાનશ્રીનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
૦મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનશ્રીનેશ્રી દ્વારકાધીશ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા
૦સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા સાંસદ શ્રી રમેશભાઈ ધડુક દ્વારા બાંધણીના ખેસથી વડાપ્રધાનશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
૦ સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈએ સોના ચાંદીની પાઘડી પહેરાવી વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા.
૦ કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ દ્વારા પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું
૦ ધારાસભ્ય શ્રી પબુભા માણેક દ્વારા સોનાના મુકુટથી તેમજ સુદર્શન સેતુની પ્રતિકૃતિથી વડાપ્રધાશ્રીનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું
૦ વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં વિરમભા પરિવાર દ્વારા શ્રી રામ મંદિરને ૯૦ કિલો ચાંદી અર્પણ કરવામાં આવ્યું હતું.
૦ પ્રધાનમંત્રીશ્રી તેમનું ભાષણ પૂર્ણ કરી જઈ રહ્યા હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રિદ્ધિબા જાડેજાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સેલ્ફી લીધી
૦ વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે જાહેર સભા સ્થળ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જન મેદનીએ વડાપ્રધાનશ્રીનો મન કી બાતનો ૧૧૦મો એપિસોડ નિહાળ્યો હતો.