નૈનિતાલમાં ભીષણ માર્ગ અકસ્માત, પિક અપ વાહન 200 મીટર ઊંડી ખાઈમાં પડતા ડ્રાઈવર સહિત 8ના મોત

Nainital Road Accident : નૈનિતાલ નજીક બેતાલઘાટ વિસ્તારના મલ્લા ગામમાં ઉંચાકોટ મોટર રોડ પર ગઈકાલે મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યે એક પિક અપ વાહન 200 મીટર ઊંડી ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 8 લોકોના મોત થયા હતા. વાહનમાં મુસાફરી કરી રહેલા બે નેપાળી મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા, જેમને હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસની ટીમે સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ગઈકાલે મોડી રાત્રે પીકઅપ વાહન ખાઈમાં પડી જવાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં ડ્રાઇવર સિવાય વાહનમાં નવ નેપાળી મજૂરો હતા.’

પાણીની લાઇન નાંખવાનું કામ પૂરું કરીને પરત ફરી રહ્યા હતા મજૂરો

તમામ મજૂરો આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન નાંખવાનું કામ પૂરું કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં જીવ ગુમાવનારા નેપાળી મજૂરોના નામ અને સરનામું હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મજૂરોના ભાનમાં આવ્યા બાદ તેમની પૂછપરછ કરી કેટલીક માહિતી મેળવવામાં આવશે.

About The Author

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *