ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

સમાજમાં દિકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) નાં કાયદાની કલમ ૧૪૪ હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેક્નિક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા અંગેનુ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૨૬/૦૨/૨૦૨૪ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.   

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *