fmZXcEAZ6eHWbQQuPP9XkWh03P4kZQ0Q

fmZXcEAZ6eHWbQQuPP9XkWh03P4kZQ0Q

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પુરુષાર્થથી અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે શનિવારે વહેલી સવારે  અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે.

મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ તથા દંડક શ્રી વિજય પટેલ અને નાયબ દંડકશ્રીઓ પણ જોડાયા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *