મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારને મળી Z કેટેગરીની સુરક્ષા, IBના રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય

Lok Sabha Elections 2024 : ઈન્ટેલિજેન્સ બ્યૂરો (IB)ના થ્રેટ પરસેપ્શન રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જણાવી દઈએ કે, TMCની સાથો સાથ કેટલીક રાજકીય પાર્ટીઓ હાલના સમયમાં હોબાળો કરી રહી છે. જેને જોતા IBનો થ્રેટ પરસેપ્શન રિપોર્ટ આવ્યો હતો, જેના આધાર પર મુખ્ય ચૂંટણી કમિશ્નરને સુરક્ષા આપવામાં આવી છે.

Z કેટેગરીની સુરક્ષામાં શું હશે?

Z કેટેગરીની સુરક્ષામાં કુલ 33 સુરક્ષાગાર્ડ તૈનાત હોય છે. આર્મ્ડ ફોર્સના 10 આર્મ્ડ સ્ટૈટિક ગાર્ડ વીઆઈપીના ઘર પર રહે છે. 6 રઉન્ડ ધ ક્લૉક પીએસઓ, 12 ત્રણ શિફ્ટમાં આર્મ્ડ સ્કૉર્ટના કમાન્ડો,  2 વૉચર્સ શિફ્ટમાં અને 3 ટ્રેન્ડ ડ્રાઈવર રાઉન્ડ ધ ક્લૉક હાજર રહે છે.

જણાવી દઈએ કે, આ સમયે દેશ ચૂંટણી મોડમાં આવી ચૂક્યો છે. દેશમાં લોકસભા ચૂંટણી 7 તબક્કાઓમાં થવા જઈ રહી છે, જેની શરૂઆત 19 એપ્રિલના પહેલા તબક્કામાં સાથે થશે. જ્યારબાદ 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને તબક્કાવાર મતદાન થશે. તમામ તબક્કાના મતદાનની ગણતરી 4 જૂને થશે.

હાલમાં જ ચૂંટણીની તારીખનું એલાન કરતા મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું હતું કે, ચૂંટણી માટે અમારી ટીમ તૈયાર છે. ચૂંટણીમાં 97 કરોડ મતદાતા મતદાન કરશે. 10.5 લાખ પોલિંગ સ્ટેશન હશે, જ્યારે 55 લાખ EVMનો ઉપયોગ કરાશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *