noentry

noentry

રાજકોટ શહેરની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ

રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે ૧ માર્ચ થી ૩૦ એપ્રિલ સુધી સરકારી ઇમારતો જેવી કે પોલીસ કમિશ્નર કચેરી, જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, બહુમાળી બિલ્ડીંગની કચેરીઓ, નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી, પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલ, મહાનગરપાલિકા હેઠળની તમામ કચેરી, ઝોન-ઓફીસો, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, શહેર તથા તાલુકા મામલતદાર સહીતની કચેરીઓ કે જ્યાં રોજેરોજ મોટા પ્રમાણમાં જાહેરજનતા પોતાના કામ માટે આવતી હોય, તેવી કચેરીઓમાં જાહેરજનતાને ગેરમાર્ગે દોરી જનારી પ્રવૃત્તિઓ કરતા અનઅધિકૃત ઈસમો કે ઇસમોની ટોળીના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *