maxresdefault 5

maxresdefault 5

રાજકોટ શહેરમાં ઉતારો લેનાર મુસાફરોની ઓનલાઈન પોર્ટલ “પથિક” પર એન્ટ્રી કરવાના આદેશો

રાજ્યો અને વિદેશમાંથી મોટા પ્રમાણમાં આવતા મુસાફરોની સંભવિત દેશવિરોધી ભાંગફોડિયા પ્રવૃત્તિઓને અટકાવવા પોલિસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે જાહેર કરેલ હુકમો મુજબ રાજકોટ જિલ્લામાં આવતા મુસાફરોની દૈનિક ધોરણે પોલીસને માહિતી ઓન-લાઈન મળી રહે તે હેતુથી PATHIK (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER AND HOTEL INFORMATICS) એપ્લીકેશનમાં સ્થળના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રી કરવા રીસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી તેના મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ આ ‘PATHIK’ એપમાં ફરજીયાતપણે ઓનલાઈન કરવાની રહેશે. તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારના હોટલ, લોજ, બોર્ડિંગ, ધર્મશાળા, તથા મુસાફરખાનામાં કોઈપણ વ્યક્તિઓને ભાડેથી આપે ત્યારે તેની જાણ ૨૪ કલાકમાં પોલીસ દ્વારા તૈયાર કરેલ ઓનલાઈન વેબ પોર્ટલ https://pathik.guru/ માં કરવાની રહેશે. આ આદેશોનો અમલ તા. ૧ માર્ચ થી ૩૦ એપ્રિલ સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *