– ભાવનગર જિલ્લામાં 7497 ઇવીએમનુ રેન્ડમાઈઝેશન કરાયુ
– શહેરના વિદ્યાનગર ખાતે આવેલા સ્ટ્રોંગરૂમમાંથી ઇવીએમની ફાળવણી કરાશે, આશરે 340 કર્મચારી કામગીરીમાં જોડાશે
ભાવનગર : લોકસભાની સામાન્ય ચૂંટણીના પગલે ચૂંટણી તંત્રએ કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે, જેના ભાગરૂપે આવતીકાલે સોમવારે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભામાં ઇવીએમની ફાળવણી કરવામાં આવશે. ગત શનિવારે ભાવનગર લોકસભા બેઠક પર આશરે ૭,૪૯૭ ઇવીએમ-વીવીપેટનુ રેન્ડમાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણી આગામી તા. ૭ મે-ર૦ર૪ના રોજ યોજાનાર છે તેથી ચૂંટણી તંત્રએ તબક્કવાર કામગીરી હાથ ધરી છે. ભાવનગર શહેરની જિલ્લા કલેક્ટર કચેરીના હોલ ખાતે ગત શનિવારે ૭,૪૯૭ ઇવીએમ-વીવીપેટનુ રેન્ડમાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવતીકાલે સોમવારે સવારે ૮ કલાકે શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સ્ટ્રોંગરૂમથી ભાવનગર જિલ્લાની સાત બેઠક પર ઇવીએમની ફાળવણી કરવામાં આવશે, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, મહુવા અને ગારિયાધાર વગેરે સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં આશરે ૩૪૦ અધિકારી, કર્મચારી સહિતના જોડાશે. ઇવીએમ ફાળવણીની કામગીરી મોડીરાત સુધી ચાલશે તેમ જાણવા મળેલ છે.
જિલ્લામાં ૧૮૪પ મતદાન મથક છે, જેમાં બેલેટ યુનીટ ર૩૦ર અને કન્ટ્રોલ યુનીટ ર૩૦ર તેમજ વીવીપેટ ર૪૮૯ની ફાળવણી કરવામાં આવશે. સાત વિધાનસભાના કર્મચારીઓ ઇવીએમ-વીવીપેટ લઈ જશે અને જે તે બેઠકના સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ-વીવીપેટ મુકશે. આ ઇવીએમ-વીવીપેટનો ઉપયોગ લોકસભાની ચૂંટણી દરમિયાન કરવામાં આવશે.
ઇવીએમની ફાળવણીની આંકડાકીય માહિતી
વિધાનસભા મતદાન મથક બેલેટ યુનિટ કન્ટ્રોલ યુનિટ વીવીપેટ
મહુવા રર૩ ર૭૮ ર૭૮ ૩૦૧
તળાજા ર૬૩ ૩ર૮ ૩ર૮ ૩પપ
ગારિયાધાર ર૪૭ ૩૦૮ ૩૦૮ ૩૩૩
પાલિતાણા ૩૦૬ ૩૮ર ૩૮ર ૪૧૩
ભાવનગર રૂરલ ૩૧૬ ૩૯પ ૩૯પ ૪ર૬
ભાવનગર ઇસ્ટ ર૪૭ ૩૦૮ ૩૦૮ ૩૩૩
ભાવનગર વેસ્ટ ર૪૩ ૩૦૩ ૩૦૩ ૩ર૮
કુલ ૧૮૪પ ર૩૦ર ર૩૦ર ર૪૮૯