***
૦૪ એમ્બ્યુલન્સ, ૫૮ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સહિત આરોગ્ય વિભાગની ટીમ ઊપસ્થિત રહી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા દેવભૂમિ દ્વારકાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના કારણે વડાપ્રધાન શ્રી ની ઉપસ્થિતિમાં દ્વારકા સ્થિત એન.ડી.એચ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જાહેર સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોનું આરોગ્ય જળવાય અને તેમને આરોગ્ય વિશે કોઈ તકલીફ ના પડે તે માટે દેવભૂમિ દ્વારકાના આરોગ્ય વિભાગના કર્મયોગી ડોક્ટર તથા આરોગ્ય કર્મીઓ સતત ખડે પગે રહ્યા હતા.
વડાપ્રધાનશ્રીના આ કાર્યક્રમ સ્થળ પર નાગરિકોના આરોગ્ય માટે કુલ ૦૪ એમ્બ્યુલન્સ ઉપરાંત ૫૮ જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મેડિકલ કીટ સાથે તેમજ ૦૫ સુપરવાઈઝર ફોલ્ડિંગ સ્ટ્રેચર તથા ૦૨ ધન્વન્તરિ રથ અને બે ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી માટે ખડેપગે તૈનાત કરવામાં આવી હતી. એટલુજ નહિ પરંતુ આ કાર્યક્રમમાં બસ મારફત આવેલ લોકોની આરોગ્યની તકેદારી માટે તમામ બસોમાં બે – બે હેલ્થ વર્કર મેડિકલ કીટ સાથે સુસજ્જ હતા