સુચારુ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
(વડોદરા, તા.૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ સોમવાર) રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો, ઉત્પાદકો, ખરીદદારો અને ગ્રાહકો માટે શ્રી અન્નની ખેતી, વપરાશ અને વ્યવસાય માટે બજાર પૂરું પાડવાના હેતુથી તા.૧લી થી ૩જી માર્ચ સુધી વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે મીલેટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હીરપરાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી.
મિલેટ એટલે કે શ્રી અન્નના ઉત્પાદન, વેચાણ અને મહત્વતા લોકો સુધી પહોંચે તેવા આશયથી યોજાનાર મિલેટ એક્સપોની તડામાર તૈયારી વડોદરા મહાનગરમાં થઇ રહી છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીસુશ્રી મમતા હીરપરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક માં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.