akrnOLw9OsgJccwykRZl9bN8BgDgIF2L

akrnOLw9OsgJccwykRZl9bN8BgDgIF2L

વડોદરા મધ્યસ્થ જેલમાં નવનિર્મિત સફારી શેડનું ઉદ્દઘાટન : 

હવે એક સાથે ૧૬૦ બંદીવાનો બેગ બનાવી શકશે

***************************

જેલમાં ફૂડ અને શાકભાજી વેસ્ટમાંથી ખાતર બનાવવાના ઓર્ગેનિક કમ્પોસ્ટ મશીન લોકાર્પણ કરાયું

બંદીવાનો માટે યોજાયેલા ૧૧ દિવસીય વિપશ્યના શિબિરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો

(વડોદરાતા.૨ ફેબ્રુઆરી૨૦૨૪ મંગળવાર) વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને રોજગારી અને પ્રવૃત્તિ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રાજ્યના જેલ વડા ડો. કે.એલ. રાવના હસ્તે ઓર્ગેનિક કમ્પોસ્ટ મશીન તથા સફારી બેગ બનાવવા માટેના નવીન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે બંદીવાનોના ચિત્તની શુદ્ધિ માટે યોજાયેલ અગિયાર દિવસીય વિપશ્યના શિબીરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ પણ યોજાયો હતો.

બંદીવાનોના જેલ જીવન દરમિયાન તેના માનસિક પરિવર્તન માટે જેલ વિભાગ તરફથી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. કેદીઓ પ્રવૃત્તિમય રહે અને જીંદગી પ્રત્યે એક હકારાત્મક અભિગમ કેળવાય તે માટે વડોદરા મઘ્યસ્થ જેલમાં રહેતા કેદીઓ માટે વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી. 

લોકાર્પણ કાર્યક્રમમાં બંદીવાનોને રોજગારી મળે તે માટે સફારી કંપનીના બેગના ઉત્પાદન માટે નવીન શેડ બનાવવામાં આવ્યો છે, જેમાં નીચે ચાર લાઈન બનાવવામાં આવી છે. લોકાર્પણ થયેલ આ સફારી શેડમાં ૧૬૦ કેદીઓ એક સાથે મહિને ૫૫ હજાર બેગનું ઉત્પાદન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે સફારી ઇન્ડસ્ટ્રી અને વડોદરા મધ્યસ્થ જેલ વચ્ચે ૬ વર્ષના એમ.ઓ.યુ. થયા છે. જેલોના વડા ડૉ. કે. એલ. એન.રાવના હસ્તે તા. ૧૦/૦૭/૨૦૨૩ ના રોજ આ સફારી શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ઓર્ગેનિગ વેસ્ટ કમ્પોસ્ટ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મશીનમાં જેલની અંદર રહેલ ફૂડ વેસ્ટ, સૂકા પાંદડા, શાકભાજીના શેષ પદાર્થો પર ચોવીસ કલાકની પ્રક્રિયા બાદ તૈયાર ડ્રાય કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય તે રીતે આ મશીનની ઓર્ગેનિગ વેસ્ટ ક્મ્પોસ્ટ મશીનની રચના કરવામાં આવી છે. આ મશીન દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ ખાતરને જેલમાં થતાં ખેતીકામ તેમજ જેલ હસ્તકની દંતેશ્વર ઓપન જેલ ખાતે ખેતીકામ માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટોલ કરેલ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ મશીનનો પાવર વપરાશ ખૂબ જ નહીવત્ હોવાથી ઓછું ખર્ચાળ પણ છે.            

આ સાથે જેલોના વડા શ્રી ડો. કે. એલ. એન. રાવના હસ્તે જેલમાં રહેતા બંદીવાનોના ચિત્તની શુદ્ધિ માટે વિપશ્યના સમિતિ વડોદરા દ્વારા તા. ૧૫/૦૨/૨૦૨૪ થી તા. ૨૫/૧૦/૨૦૨૪ સુધી યોજાયેલ ભારતની ખૂબ જ પ્રાચીન ધ્યાન વિદ્યા એવી વિપશ્યના ધ્યાન શિબિરનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ શિબિરમાં જેલના ૩૫ બંદીવાનોએ ધ્યાન શિબિરમાં સહભાગી થયા હતા. 

આ કાર્યક્રમમાં ડૉ. કે. એલ. એન. રાવ સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી ડૉ. ઇન્દુ રાવ, ડી.સી.પી.ઝોન-૨ અભય સોની, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જયેશકુમાર ડી.સોલંકી, ડેપ્યુટી પોલીસ કમિશ્નર તેજલ પટેલ, જેલ અધિક્ષક જગદીશ બાંગરવા, નાયબ અધિક્ષક એમ.એ.ચૌધરી તેમજ વિપશ્યના સમિતિ વડોદરાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *