વિદેશી દારૂના કેસમાં શખ્સને પકડવા ગયેલા પોલીસ જવાનો સાથે ઝપાઝપી

– વરતેજ પોલીસના હેડ કોન્સ્ટેબલને નખ મારી ઈજા પહોંચાડાઈ

– આરોપીના પત્ની સહિતના સગા-સબંધીએ પોલીસને ધક્કે ચડાવી ફરજમાં રૂકાવટ કરી ઃ બરવાળાના ટીંબલા ગામના દંપતી સહિત પાંચ સામે ફરિયાદ

ભાવનગર : બરવાળા તાલુકાના ટીમલા ગામે અંગ્રેજી દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સના પકડવા ગયેલા વરતેજ પોલીસના જવાનો સાથે આરોપી અને તેના પત્ની સહિતના સગા-સબંધીઓએ ઝપાઝપી કરી ધક્કે ચડાવી ફરજમાં રૂકાવટ કરી શખ્સને નહીં પકડવા દેવા માટે મદદગારી કરી હતી. જે બનાવ અંગે વરતેજ પોલીસના કોન્સ્ટેબલે દંપતી સહિત પાંચ સામે બરવાળા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.

ાપ્ત માહિતી અનુસાર બરવાળાના ટીંબલા ગામે રહેતો વિજય વિનોદભાઈ રાઠોડ નામના શખ્સ સામે ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં પ્રોહિ એક્ટની કલમ ૬૫ એઈ, ૧૧૬બી, ૮૧, ૯૮ (ર) મુજબ ગુનો દાખલ થયેલો હોય, જે ગુનાના કામે આરોપી નાસતો-ફરતો હોવાથી લોકસભા ચૂંટણી અન્વયે ઉપરી અધિકારીની સુચનાથી નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં ચાલતી હોય, દરમિયાનમાં આજે સવારના સમયે વરતેજ પોલીસના કોન્સ્ટેબલ અજીતભાઈ હિંમતભાઈ પનારા, શક્તિસિંહ વિરમદેવસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ માનસંગભાઈ મોરી સહિતનો સ્ટાફ બરવાળા પહોંચ્યો હતો. ત્યાંથી બરવાળા પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ તખુભા ગોહિલને સાથે રાખી પોલીસ જવાનોએ ટીંબલા ગામે જઈ આરોપી વિજય રાઠોડને તેના ઘરેથી પકડી પાડી બાદમાં કારમાં બેસાડી પોલીસ મથકે લાવવા નીકળ્યા હતા. ત્યારે શખ્સે બૂમાબૂમ કરતા તેના પત્ની રવિનાબેન, તેના ભાઈ અજયએ આવી તમે કેમ વિજયને પકડી લઈ જાઉ છો ? તેમ કહેતા શક્તિસિંહ ચુડાસમાએ ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. બાદમાં આરોપીને કારમાં બેસાડતા તેની પત્ની પણ સાથે આગની સીટ ઉપર બેસી ગઈ હતી અને વિજયને પકડવામાં અડચણ ઉભી કરવા લાગી હતી. આ સમયે તેના સબંધી હિંમત ભોરણિયા, વિનોદ વગેરેએ આવી પોલીસ સાથે બોલાચાલી અને ધક્કા-મુક્કી કરી હે.કો. અજીતસિંહ મોરીના ડાબા હાથના બાવડામાં નખ મારી ઈજા પહોંચાડી પોલીસ (રાજ્યસેવક)ની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.  

સમગ્ર બનાવ અંગે વરતેજ પોલીસના પો.કો. અજીતભાઈ પનારાએ વિજય વિનોદભાઈ રાઠોડ, રવિનાબેન વિજયભાઈ, વિનોદ, અજય વિજયભાઈ અને હિંમત ભોરણિયા (રહે, તમામ ટીંબલા, તા.બરવાળા) વિરૂધ્ધ બરવાળા પોલીસમાં આઈપીસી ૧૮૬, ૩૩૨, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

About The Author

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *