RP2O 7RhJP84ZgptYDwHvcCYzdHPZsy

RP2O 7RhJP84ZgptYDwHvcCYzdHPZsy

હવામાન વિભાગની છોટાઉદેપુર જિલ્લાના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદની સંભાવના.

છોટાઉદેપુર,તા.૨૭મી ફેબ્રુઆરી

હવામાન વિભાગના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પૂર્વાનુમાન અહેવાલ મુજબ ઉતરપૂર્વ અરબી સમુદ્રથી પૂર્વ રાજસ્થાન સુધી ગુજરાતના મધ્ય ભાગોમાં દરિયાની સપાટીથી ૦.૯ કિમી સુધીના વાતાવરણના આંકડાઓનો અભ્યાસ કરવામાં આવલો છે. આ અભ્યાસના તારણના આધારે આગામી ૭ દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરી થી ૫ માર્ચ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની સંભાવના છે. આ આગાહી પ્રમાણે તા-૨૭-૨૮-૨૯ ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. તા.૧ માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહીત છોટાઉદેપુર જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. તા.૨ અને ૩ માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે,બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેશે. જો કે હવામાન ખાતા દ્વારા ભારે વરસાદ માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ૨૧ ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *